કર્ણાટકમાં આજે પ્રધાનમંત્રીની ત્રણ રેલી અને એક રોડ શૉ
Live TV
-
કોલાર, ચન્નપટના અને બેલૂરમાં જનસભા જ્યારે રાત્રે મૈસુરમાં રોડ શો
કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર અભિયાન દિન પ્રતિ દિન જોર પક્ડી રહ્યું છે.પ્રધાનમંત્રીની રેલીઓ અને રોડ શોથી ,, કર્ણાટકની ચૂંટણીનું વાતાવરણ વધુ ગરમાયું છે. પ્રધાનમંત્રી આજે કર્ણાટકમાં ત્રણ રેલી અને એક રોડ શો કરશે.પીએમ કોલાર, ચન્નપટના અને બેલૂરમાં જનસભા કરશે.તે પછી પ્રધાનમંત્રી રાત્રે મૈસુરમાં રોડ શો કરીને બીજેપી માટે ચૂંટણી પ્રચાર કરશે.પીએમ એ ગઈકાલે હુમનાબાદ, વિજયપુરા અને કુદાચી ક્ષેત્રોમાં જનસભાઓ કરી હતી.પ્રચાર દરમિયાન મોદીએ રાજ્યને ડબલ એન્જિનની સરકારનો લાભ મળે તે માટે બીજેપીને મત આપવાની અપીલ કરી હતી.
