'મન કી બાત' મારા માટે જનતાના પ્રસાદ સમાનઃપ્રધાનમંત્રી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રેડિયો પર મન કી બાત કાર્યક્રમને સંબોધન કર્યું હતું.આજનો આ એપિસોડ 100મો એપિસોડ હતો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રેડિયો પર મન કી બાત કાર્યક્રમને સંબોધન કર્યું હતું. આજનો આ એપિસોડ 100મો એપિસોડ હતો.પ્રધાનમંત્રીએ મન કી બાત કાર્યક્રમને જનતાના પ્રસાદ સમાન ગણાવ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, મન કી બાતના 100મા એપિસોડ બદલ આપ સૌ મને અભિનંદન પાઠવી રહ્યાં છો, પરંતુ સાચા અભિનદનના હકદાર તો દેશવાસીઓ છે. શ્રોતાઓના હજારો પત્રો મળ્યા, લાખો સંદેશા મળ્યા, જેને વાંચીને હું ઘણી વાર ભાવૂક પણ થયો અને ઘણીવાર ભાવનાઓમાં તણાઈ પણ ગયો.વધુમાં પીએમ મોદીએ કહ્યું કે, વિશ્વાસ નથી આવતો કે, મન કી બાત કાર્યક્રમના 100 એસિપોડ પુરા થયા છે. દરેક મહિનાની મન કી બાત ખાસ હતી. દેશના ખુણા-ખુણામાંથી તમામ વર્ગના લોકો મન કી બાત સાથે જોડાયા.બેટી બચાઓ બેટી પઢાઓ અભિયાનથી લઈને સ્વચ્છ ભારત આંદોલન સુધી તમામ લોકોનો પ્રેમ અને સાથ સહકાર મળ્યો
