Skip to main content
Settings Settings for Dark

મન કી બાત એક પર્વઃ મારા માટે અન્યોના ગુણોની પૂજા સમાનઃ પ્રધાનમંત્રી

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, મન કી બાત કાર્યક્રમ મારા માટે દેશવાસીઓ સા

    મન કી બાત કાર્યક્રમ અંગે પ્રધાનમંત્રીએ કહ્યું કે, આ કાર્યક્રમ અન્યોના ગુણોની પૂજા કરવા સમાન કાર્યક્રમ છે. મારા એક માર્ગદર્શક હતા, તેમનું હતું લક્ષ્મણરાવ જી ઈનામદાર, અમે તેમને વકીલ સાહેબ કહીને બોલાવતા, તેઓ હંમેશા કહેતા કે, અન્યોના ગુણોની પૂજા કરવી જોઈએ. સામે કોઈ પણ કેમ ન હોય, તમારો સાથી હોય કે વિરોધી, આપણે તેના સારા ગુણોને ઓળખી તેમાંથી શીખવું જોઈએ. તેમની આ વાત મને ઘણી પ્રેરણા આપે છે, આજે મન કી બાત અન્યોના ગુણોમાંથી શિખવાનું માધ્યમ બની ગઈ છે. પ્રધાનમંત્રીએ પોતાના મુખ્યમંત્રીના કાર્યકાળને યાદ કરતા કહ્યું, કે, મુખ્યમંત્રી હતો ત્યારે જનતા સાથે ઘણીવાર મળવાનો મોકો મળતો. પરંતુ 2014 માં દિલ્હી આવ્યા બાદ ઘણું બદલાઈ ગયું, કામના સ્વરૂપથી લઈને સુરક્ષા અને પ્રોટોકોલના કારણે શરૂઆતી દિવસોમાં ઘણું એકલું લાગતું. ખાલી-ખાલી મહેસુસ થતું. 50 વર્ષ પહેલા મેં આ માટે ઘર નહોતું છોડ્યું કે, એક દિવસ લોકો સાથે સંપર્ક કરવો જ મુશ્કેલ થઈ જાય. જે દેશવાસીઓ મારા માટે બધુ જ છે, તેનાથી અલગ થઈને ન જીવી શકું અને મન કી બાત મારા માટે આ પડકારનું સમાધાન છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
apply