Skip to main content
Settings Settings for Dark

ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનના 5 ફાઈટર વિમાન તોડી પાડ્યા: વાયુસેના પ્રમુખ

Live TV

X
  • વાયુસેના પ્રમુખે કહ્યું કે, અમે પાકિસ્તાનનાં 5 ફાઈટર વિમાન સહિત એક AWACS વિમાન તોડી પાડવામાં આવ્યું હતું તો બેંગલુરુમાં આયોજિત 16મા એર ચીફ માર્શલ 'એલ.એમ. કાત્રે વ્યાખ્યાન'ને કર્યું સંબોધન...

    ઓપરેશન સિંદુર વિશે ભારતીય વાયુ દળના પ્રમુખ એર ચીફ માર્શલ એ.પી.સિંહે મોટું નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યું કે, ભારતે ઓપરેશન સિંદૂર દરમિયાન પાંચ પાકિસ્તાની ફાઇટર જેટ અને એક AWACS વિમાન તોડી પાડ્યું હતું. બેંગલુરુમાં આયોજિત 16મા એર ચીફ માર્શલ 'એલ.એમ.કાત્રે વ્યાખ્યાન'ને  સંબોધતા આ માહિતી આપી હતી. વધુમાં તેમણે વીડિયો ફૂટેજ સાથે વિગતવાર વાત કરતા તેમણે શાહબાઝ જેકોબાદ એરબેઝ પરના હુમલાનો પણ ઉલ્લેખ કર્યો, જેમાં મિસાઇલોએ F-16 જેવા કેટલાક વિમાનોનો નાશ કર્યો. તેમણે કહ્યું કે, ભારતીય હુમલાઓ સારી રીતે વિચારીને કરવામાં આવ્યા હતા અને ત્રણેય દળો વચ્ચે સંપૂર્ણ સંકલન હતું.

    પાકિસ્તાનના 11 એરબેઝનો નાશ કરવામાં આવ્યો

    ઓપરેશન સિંદૂર અંગે વાયુસેનાના વડા એપી સિંહે કહ્યું હતું કે, ભારતે પાકિસ્તાન અને PoKમાં 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો હતો. આ ઓપરેશનમાં પાંચ પાકિસ્તાની ફાઇટર પ્લેન અને એક લશ્કરી વિમાનને તોડી પાડવામાં આવ્યું હતું. જૈશ-એ-મોહમ્મદ, લશ્કર-એ-તૈયબા અને હિઝબુલ મુજાહિદ્દીનના 100થી વધુ આતંકવાદીઓને ખતમ કરવામાં આવ્યા હતા.

    ભારતના ઓપરેશન સિંદૂર પછી, પાકિસ્તાને સરહદ પારથી ગોળીબાર અને ડ્રોન હુમલા કરવાનો પ્રયાસ કર્યો. જવાબ કાર્યવાહીમાં ભારતે લશ્કરી કાર્યવાહી કરી અને પાકિસ્તાનના 11 એરબેઝના રડાર સિસ્ટમ, સંદેશાવ્યવહાર કેન્દ્રો અને એરસ્ટ્રીપ્સને નુકસાન પહોંચાડ્યું. આમાં ઇસ્લામાબાદ નજીક સ્થિત નૂર ખાન એરબેઝનો પણ સમાવેશ થાય છે.

    એર ચીફ માર્શલે કહ્યું કે આ ઓપરેશનમાં ભારતે રશિયન S-400 એર ડિફેન્સ સિસ્ટમનો ઉપયોગ કરીને 5 પાકિસ્તાની ફાઇટર પ્લેન અને એક મોટા લશ્કરી વિમાનને તોડી પાડ્યું હતું. આ મોટું વિમાન કદાચ એક સર્વેલન્સ પ્લેન હતું, જેને 300 કિલોમીટરના અંતરેથી તોડી પાડવામાં આવ્યું હતું. આ ભારતનો અત્યાર સુધીનો સૌથી લાંબો સફળ હુમલો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply