Skip to main content
Settings Settings for Dark

ઓપરેશન સિંધુ હેઠળ 1117 ભારતીય નાગરિકો ઇરાનથી સુરક્ષિત પરત; નેપાળ અને શ્રીલંકાએ ભારતનો માન્યો આભાર

Live TV

X
  • ઓપરેશન સિંધુ હેઠળ 1117 ભારતીય નાગરિકો ઇરાનથી સુરક્ષિત પરત; નેપાળ અને શ્રીલંકાએ ભારતનો માન્યો આભાર

    "ઓપરેશન સિંધુ" અંતર્ગત ઇરાનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે વતન પરત લાવવાની કામગીરી સફળતાપૂર્વક ચાલુ છે. અત્યાર સુધીમાં કુલ 1,117 ભારતીય નાગરિકોને ઇરાનમાંથી પરત લાવવામાં આવ્યા છે. ગત રોજ પણ 290 નાગરિકોને લઈને એક વિમાન દિલ્હી પહોંચ્યું હતું.

    વિદેશ મંત્રાલયે ઈરાનમાં રહેતા ભારતીયોને તેહરાનમાં ભારતીય દૂતાવાસ અને નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલયના 24 કલાક કાર્યરત કંટ્રોલ રૂમ સાથે હેલ્પલાઇન દ્વારા સંપર્કમાં રહેવા જણાવ્યું છે.

    આ માનવીય મિશન માટે ભારત સરકારની પ્રશંસા થઈ રહી છે. નેપાળ અને શ્રીલંકાએ પણ "ઓપરેશન સિંધુ" હેઠળ ઇરાનથી તેમના નાગરિકોને પરત લાવવામાં મદદ કરવા બદલ ભારત સરકારનો હૃદયપૂર્વક આભાર માન્યો છે.

    નેપાળના વિદેશ મંત્રી અર્જુન રાણા દેઉબાએ વિદ્યાર્થીઓને પરત લાવવામાં મદદ કરવા બદલ સોશિયલ મીડિયા પોસ્ટમાં ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પહેલાં, શ્રીલંકાએ પણ "ઓપરેશન સિંધુ" હેઠળ પોતાના નાગરિકોની સાથે ભારતીય નાગરિકોને પરત લાવવામાં સમયસર મદદ કરવા બદલ ભારત સરકારનો આભાર માન્યો હતો. શ્રીલંકાના વિદેશ મંત્રાલયે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, એકતાનું આ કાર્ય ભારત અને શ્રીલંકા વચ્ચેની મજબૂત અને સ્થાયી ભાગીદારીનું એક મહત્વપૂર્ણ ઉદાહરણ છે અને શ્રીલંકાના લોકોએ આ માટે ભારતની ખૂબ પ્રશંસા કરી છે. આ ઘટના પ્રાદેશિક સહયોગ અને માનવીય મદદના ભારતના પ્રતિબદ્ધતાને દર્શાવે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
apply