ઓમિક્રોનથી પ્રભાવિત દેશોમાંથી ભારત આવતા મુસાફરો માટે હવે પૂર્વ નોંધણી દ્વારા RT-PCR ટેસ્ટ ફરજિયાત
Live TV
-
દેશમાં કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટનું સંક્રમણ ફેલાતું અટકાવવા માટે વિદેશથી આવતા મુસાફરો માટે હવે નવી ગાઈડલાઈન અપાઈ છે. ઓમિક્રોન વેરિયન્ટથી પ્રભાવિત થયેલા દેશોમાંથી આવતા મુસાફરોને હવે પૂર્વ નોંધણી દ્વારા કોરોના RT-PCR ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે.
ભારતીય એરપોર્ટ ઓથોરિટીએ જણાવ્યુ છે કે, ઓમિક્રોનથી પ્રભાવિત દેશોમાંથી ભારત આવતા મુસાફરો માટે હવે પૂર્વ નોંધણી દ્વારા RT-PCR ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે. આ ટેસ્ટ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની માર્ગદર્શિકા અનુસાર કરવામાં આવશે.
ઓથોરિટીએ માહિતી આપી હતી કે, આ વ્યવસ્થા આ મહિનાની 20મી તારીખથી દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ, બેંગલુરુ અને હૈદરાબાદ એમ 6 એરપોર્ટ પર શરૂ કરવામાં આવશે. જોખમ ધરાવતા દેશોમાંથી આવતા અથવા છેલ્લા ચાર દિવસ દરમિયાન આ દેશોની મુસાફરી કરનારા તમામ મુસાફરો માટે આ ફરજિયાત પરીક્ષણ માટે પૂર્વ-નોંધણી કરાવવા માટે એર સુવિધા પોર્ટલમાં ફેરફાર કરવામાં આવશે.
