કોરોના અપડેટઃ ભારતમાં 24 કલાકમાં કોરોનાના 6,984 નવા કેસ નોંધાયા, 247 દર્દીના મૃત્યુ
Live TV
-
આરોગ્ય મંત્રાલય જાહેર કરેલ આંકડા મુજબ ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 6,984 દર્દીઓ નોંધાયા છે જ્યારે 8168 દર્દીઓ સાજા થયા છે. આ સાથે જ છેલ્લા 24 કલાકમાં 247 દર્દીઓના કોરોનાથી મોત થયા હતા.
દેશમાં હાલ કોરોનાનું સંક્રમણ ઘટ્યું છે ત્યારે કોરોનાના સક્રિય દર્દીઓની સંખ્યા 87,562 પર પહોંચી છે જે 564 દિવસ પછી દેશમાં સૌથી ઓછા એક્ટિવ કેસ છે. જે 1 ટકા કરતાં પણ ઓછું 0.25 ટકા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 9,90,482 સેમ્પલ ટેસ્ટ કરાયા હતા જેમાંથી 6,984 કોરોના પોઝિટિવ આવ્યા હતા. આ સાથે અત્યાર સુધીમાં કોરોનાના કુલ 65.88 કરોડથી વધારે સેમ્પલ ટેસ્ટ કરાયા છે.
દેશમાં કોરોના રસીકરણ પણ ઝડપથી થઈ રહ્યું છે ત્યારે છેલ્લા 24 કલાકમાં કુલ 68,89,025 લોકોને કોરોનાની રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કોરોનાની રસીના કુલ 134.61 કરોડથી વધારે ડોઝ અપાયાઈ ચુક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 3,41,46,931 લોકો કોરોનાથી સ્વસ્થ થયા છે. દેશનો રિકવરી રેટ વધીને 98.38 ટકા પર પહોંચ્યો છે. રોજનો પોઝિટિવિટી રેટ ઘટીને 0.59 ટકા થયો છે જે 72 દિવસમાં સૌથી ઓછો છે.
