ઓમ બિરલાએ છઠ્ઠી બ્રિકસ સંસદીય ફોરમમાં આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો
Live TV
-
છઠ્ઠી બ્રિકસ સંસદીય ફોરમને વર્ચ્યુઅલિ સંબોધન કરતા ઓમ બિરલાએ આતંકવાદના મુદ્દાને ઉઠાવીને કહ્યું હતું કે બ્રિકસ દેશોએ એકત્ર થઈને આતંકવાદ સામે લડવાની જરૂર છે.
લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ આજે છઠ્ઠી બ્રિકસ સંસદીય ફોરમને સંબોધન કરતા કહ્યું છે કે, બ્રિકસ દેશોએ એકત્ર થઈને આતંકવાદ સામે લડવાની જરૂર છે. સભાને વર્ચ્યુઅલિ સંબોધન કરતા તેમણે વધુમાં કહ્યું હતું કે, આતંકવાદ માનવતા માટે સૌથી મોટો ખતરો છે, માટે તેમને મળતી તમામ પ્રકારની આર્થીક મદદ બંધ થવી જોઈએ. આતંકવાદ તથા ઉગ્રવાદને પોષતા તત્વોને શોધીને આ સમસ્યાનું સમાધાન લાવવું જોઈએ અને સંસદના તમામ સભ્યોએ મુક દર્શક બની રહેવાને બદલે આ મુશ્કેલીઓ સામે એકજુટ થવું જોઈએ.
