જમ્મુ-કાશ્મીરના બડગામમાં મુઠભેડ દરમિયાન બે આતંકવાદી ઠાર
Live TV
-
પોલીસના જણાવ્યા અનુસાર જમ્મુ-કાશ્મીરના બડગામ જિલ્લામાં સ્થિત અરીબાગ ગામમાં આતંકવાદી છુપાયેલા હોવાની બાતમી મળેલી હતી. ત્યારે ગતરાત્રે સુરક્ષા દળો દ્વારા અરીબાગ ગામમાં શોધ અભિયાન શરુ કરવામાં આવ્યું હતું. ત્યારે એક શંકાસ્પદ સ્થળની નજીક પહોંચતાની સાથે જ ત્યાં છુપાયેલા આતંકવાદીઓએ સુરક્ષા દળ પર ગોળીબારી શરુ કરી દીધી હતી અને તેની સામે સુરક્ષા દળે પણ જવાબી ગોળીબારી કરી હતી. આ મુઠભેડમાં સુરક્ષા દળ દ્વારા 2 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા.
