MHA : સપ્ટેમ્બરમાં જાહેર કરેલી અનલોક ગાઈડલાઈન નવેમ્બરના અંત સુધી લંબાવી
Live TV
-
સરકારે સપ્ટેમ્બર 30ના રોજ જાહેર કરેલી અનલોક ગાઈડલાઈનને હવે નવેમ્બર 30મી સુધી લંબાવી દીધી છે. ગાઈડલાઈન અનુસાર કંટેઇન્મેન્ટ ઝોનની બહાર તમામ પ્રવૃત્તિ તબક્કાવાર શરુ કરી દેવામાં આવી છે, જયારે કન્ટેઈનમેંટ ઝોનમાં લોકડાઉન યથાવત રહેશે.
ગૃહ મંત્રાલયે 30 સપ્ટેમ્બરના રોજ કોરોનાને લગતી જે અનલોક ગાઈડલાઈન જાહેર કરી હતી તે જ ગાઈડલાઈન હવે 30મી નવેમ્બર 2020 સુધી લાગૂ રહેશે. કન્ટેઇન્મેન્ટ ઝોનની બહારના વિસ્તારોમાં લગભગ તમામ પ્રકારની પ્રવૃત્તિઓ તબક્કાવાર રીતે ફરી શરૂ થઈ ગઈ છે. જ્યારે મોટા ભાગની પ્રવૃત્તિઓની મંજૂરી આપવામાં આવી છે, ત્યારે લોકો મોટી સંખ્યામાં સંકળાયેલા હોય એવી કેટલીક પ્રવૃત્તિઓને કેટલાંક નિયંત્રણો સાથે છૂટ આપવામાં આવી છે. જો કે કન્ટેઇન્મેન્ટ ઝોનની અંદર 30 નવેમ્બર 2020 સુધી લોકડાઉનનો કડકપણે અમલ જળવાઈ રહેશે. કન્ટેઇન્મેન્ટ ઝોનની બહાર રાજ્ય સરકારો કોઈ પણ સ્થાનિક લોકડાઉન લાગુ નહીં કરે. આંતર-રાજ્ય અને રાજ્યની અંદર આવન-જાવન પર કોઈ પણ પ્રકારનું નિયંત્રણ રાખવામાં આવશે નહીં. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 8 ઓક્ટોબર 2020ના રોજ, કોવિડ-19નો સામનો કરવા ઉચિત અભિગમ અપનાવવા એક 'જન આંદોલન' શરૂ કરવામાં આવ્યું હતું. જેનો જનતા દ્વારા પણ, પૂર જોશમાં પ્રતિસાદ મળી રહ્યો છે. આરોગ્ય તથા સ્વાસ્થ્યને લગતી સાવચેતીના સંદર્ભમાં SOPને આધિન છે. આ પ્રકારની પ્રવૃત્તિઓમાં મેટ્રો રેલ, શોપિંગ મોલ્સ, હોટેલ, રેસ્ટોરેન્ટ તથા હોસ્પિટાલિટી સર્વિસિસ, ધાર્મિક સ્થળો, તાલીમ સંસ્થાઓ, સિનેમા, મનોરંજન પાર્ક વગેરેનો સમાવેશ થાય છે.
