કઠુઆ દુષ્કર્મ મામલે પઠાણકોટની કોર્ટે 6 આરોપીને કર્યા દોષીય જાહેર
Live TV
-
કોર્ટે મંદિરના પૂજારી સાંઝી રામ સહિત 6 આરોપીઓને દોષી જાહેર કર્યા છે. જ્યારે સાંઝીરામના પુત્ર વિશાલને નિર્દોષ જાહેર કર્યો છે. ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરી, 2018માં કઠુઆમાં 8વર્ષની બાળકી સાથે સામૂહિક દુષ્કર્મ કર્યા બાદ તેની નિર્દયતાથી હત્યા કરી દેવામા આવી હતી.
બહુચર્ચિત જમ્મુ-કાશ્મીરના કઠુઆ દુષ્કર્મ મામલે પઠાણકોટની કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. આ મામલે કોર્ટે મંદિરના પૂજારી સાંઝી રામ સહિત 6 આરોપીઓને દોષી જાહેર કર્યા છે. જ્યારે સાંઝીરામના પુત્ર વિશાલને નિર્દોષ જાહેર કર્યો છે. ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરી, 2018માં કઠુઆમાં 8વર્ષની બાળકી સાથે સામૂહિક દુષ્કર્મ કર્યા બાદ તેની નિર્દયતાથી હત્યા કરી દેવામા આવી હતી. આ ઘટનાના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતાં. તો આજના ચુકાદાને લઈને કોર્ટ પરિસર સહિત સમગ્ર વિસ્તારમાં પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
