કર્ણાટકમાં લોકાયુક્ત જસ્ટીન વિશ્વનાથ શેટ્ટી પર જીવલેણ હુમલો
Live TV
-
તુમકુરના એક શખ્સે લોકાયુક્ત વિશ્વનાથ શેટ્ટી પર છરીથી હુમલો કર્યો
કર્ણાટકમાં લોકાયુક્ત પર છરી વડે હુમલો કરવામાં આવ્યો છે. જસ્ટીસ વિશ્વનાથ શેટ્ટી પર તેમની ઓફિસમાં ઘૂસીને 25થી 30 વર્ષના યુવાને હુમલો કરાયો છે. તેમને ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે જ્યાં તેમને આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે તેમની સ્થિતીમાં સુધારો જોવા મળી રહ્યો છે. ઘટનાને અંજામ આપનાર હુમલાખોર શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. હાલમાં કયા કારણોસર હુમલો કરાયો તે જાણી શકાયું નથી.
કર્ણાટકમાં બનેલી ઘટનાને પગલે ભાજપ સહિત તમામ વિપક્ષી દળે કર્ણાટક સરકાર પર નિશાન સાધ્યું છે. રાજ્યમાં કાયદો વ્યવસ્થાને લઇને ચિંતા વ્યક્ત કરી છે.