UPA સરકારમાં જાહેર 'ગોલ્ડ સ્કીમ'થી સાર્વજનિક નાણાની લૂંટ થઈ : રવિશંકર પ્રસાદ
Live TV
-
કાયદામંત્રી રવિશંકર પ્રસાદના કૉંગ્રેસ પર આકરા પ્રહાર. કહ્યું યુપીએ સરકારનો આશય ખાસ મળતીયા લોકોને સીધો ફાયદો કરાવવા સાથે યુપીએના નાણા મંત્રી પી ચીદમ્બર પર ઉતાવળે અનેક ખોટા નિર્ણયો લીધા
બીજેપીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય કાનુન મંત્રી રવીશંકર પ્રસાદે પૂર્વ યુપીએ સરકાર પર દસ્તાવેજોને આધારે ગંભીર આરોપ લગાવ્યા છે. જેમાં મુખ્યત્વે દેશમાં આયાત થતા સોના માટે એંસી વીસની સ્કીમ લાગુ કરવા રાતોરાત નિણર્ય અને મેમોરેન્ડમ લાવી આ સ્કીમ લાગુ કરવામાં આવી હતી. આ નિર્ણયમાં પહેલા સરકાર બેંકોને સોનુ લાવવાનો હક હતો પણ ત્યારબાદ ખાનગી કંપનીઓને પણ સોનુ આયાત કરી શકે તે પ્રકારની પરવાનગી આપવામાં આવી હતી. આ પરવાનગી એવા સમયે આપવામાં આવી. જ્યારે લોકસભાના પરિણામ આવવાના હતા, એટલે કે, 16 મે 2014ના એક દિવસ પહેલા 15 મેના રોજ નિર્ણયો લેવામાં આવ્યો હતો. તે સમયે દેશમાં આચાર સહિતા લાગેલી હતી. આ નિર્ણય પાછળ યુપીએ સરકારનો આશય ખાસ મળતીયા લોકોને સીધો ફાયદો કરાવવા સાથે યુપીએના નાણા મંત્રી પી ચીદમ્બર પર ઉતાવળે નિર્ણય કરવાનો આરોપ બીજેપી દ્વારા લગાવવામાં આવ્યો છે. ઉપરાંત આ મુદ્દે RBI ને આડે હાથે લેતા રવીશંકર પ્રસાદે જણાવ્યું કે, RBIએ મેમોરેન્ડમ પર નવી સરકારની રચના થાય તે પહેલા જ સ્વીકૃતી માત્ર 3 દિવસમાં જ કેમ આપી દીધી હતી. આ રીતે તે વખતનું આરબીઆઈ વહીવટી તંત્ર પણ શંકાના ઘેરામાં આવી જાય છે.