મહિલા દિન : રાષ્ટ્રપતિ એનાયત કરશે નારી શક્તિ પુરસ્કાર 2017
Live TV
-
ભારત સરકાર દ્વારા મહિલા સશક્તિકરણના ક્ષેત્રમાં યોગદાન કરવા બદલ નામચીન મહિલાઓ અને સંસ્થાનોને નારી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે.
રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના પ્રસંગે રાષ્ટ્રપતિ ભવન, દિલ્હી ખાતે આયોજિત થનાર સમારોહમાં નારી શક્તિ પુરસ્કાર 2017 એનાયત કરશે. ભારત સરકાર દ્વારા મહિલા સશક્તિકરણના ક્ષેત્રમાં યોગદાન કરવા બદલ નામચીન મહિલાઓ અને સંસ્થાનોને નારી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે.
આ વર્ષે આ પુરસ્કાર માટે 30 વ્યક્તિગત અન 9 સંસ્થાગત પુરસ્કાર વિજેતાઓની પસંદગી કરવામાં આવી છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય પ્રખ્યાત મહિલાઓ, સંગઠનો અને સંસ્થાનો માટે આ રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કારની ઘોષણા કરે છે. પસંદગી સમિતિ સંગઠનો અને વ્યક્તિઓની ઉપલબ્ધિઓ પર ચર્ચા વિચારણા કરીને પુરસ્કાર માટે મહિલાઓ અને સંગઠનોના નામની પસંદગી કરે છે અને તેમના નામો નામાંકિત કરે છે.
પુરસ્કાર પ્રાપ્ત કરનારાઓના નામની પસંદગી બાબતે જે તે સંબંધિત ક્ષેત્રોમાં તેમના અસાધારણ યોગદાનના આધારે કરવામાં આવે છે. ઉપરાંત પુરસ્કાર માટે આવેદન પત્ર ભરી મોકલી શકાય તે માટે ભારત સરકાર મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દેશભરના સમાચારપત્રોમાં જાહેરાત આપે છે અને સોશિયલ મીડિયામાં પણ તેના વિશે જાણકારી આપવામાં આવે છે.
મંત્રાલય તમામ રાજ્ય સરકાર, કેન્દ્ર શાસિત પ્રદેશ પ્રશાસન, કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગોને નિર્દેશ પણ જારી કરે છે. આ પુરસ્કાર માટે કોઈપણ સંસ્થા, સંગઠન અને વ્યક્તિ આવેદન મોકલી શકે છે. પુરસ્કારની પાત્રતા માટે આવેદનકર્તા પોતાની અરજી કેન્દ્ર સરકાર, કેન્દ્ર શાસિત પ્રદેશ પ્રશાસન, કેન્દ્રીય મંત્રાલય, બિન સરકારી સંગઠનો, વિશ્વવિદ્યાલયો, સંસ્થાનો, મહિલા સશક્તિકરણના કાર્યાલયો પર મોકલવી જરૂરી છે. મંત્રાલયમાં મહિલાઓ પોતે અથવા સામાન્ય જનતામાંથી પણ કોઈના પણ દ્વારા નામાંકિત થઈ શકે છે. આ પુરસ્કારોની શરૂઆત 1999માં કરવામાં આવી હતી.