કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર, 12 મેના રોજ મતદાન
Live TV
-
224 સીટ પર એક જ તબક્કામાં યોજાશે મતદાન
કર્ણાટકમાં થનારી વિધાનસભાની ચૂંટણી માટે આજે ઈલેક્શન કમિશન દ્વારા તારીખોની જાહેર કરી દેવામાં આવી છે. 12 મેના રોજ મતદાન થશે અને 15 મેના રોજ મતગણતરી કરવામાં આવશે. અહીં 224 સીટ પર એક જ ફેઝમા મતદાન કરવામાં આવશે. હાલ આ રાજ્યમાં કોંગ્રેસની સરકાર છે. સિદ્ધારમૈયા મુખ્યમંત્રી છે.
ECની પ્રેસ કોન્ફરન્સના મુદ્દાઓ
- પ્રચાર પ્રસારમાં ઉમેદવાર 28 લાખ સુધીનો ખર્ચ કરી શકે છે.
- અત્યારથી જ કર્ણાટકમાં આચાર સંહિતા લાગુ કરવામાં આવી.
- દરેક સીટ માટે ઈવીએમની સાથે વીવીપેટનો પણ ઉપયોગ થશે
- રાજ્યમાં 56 હજાર પોલીંગબૂથ બનાવાશે
- દિવ્યાંગો માટે પોલિંગબૂથ પર ખાસ વ્યવસ્થા કરાશે
- 450થી વધુ પોલીંગ બૂથ પર મહિલાઓ વ્યવસ્થા સંભાળશે
- રાત્રે 10 થી સવારે 6 સુધી લાઉડ સ્પીકર નહી વગાડી શકાય
- 15 મે ના રોજ મતગણતરી હાથ ધરાશેકર્ણાટકમાં 224 સીટો પૈકી સરકાર બનાવવા 113 સીટની જરુરૂયાત રહે છે..હાલમાં સત્તારુઢ પાર્ટી કોંગ્રેસ પાસે 122 સીટ છે.ભાજપ પાસે 43 અને જેડીએસ પાસે 37 સીટ છે..