કર્ણાટક કોંગ્રેસ અધ્યક્ષ અને તેમના ભાઈને ત્યાં CBIના દરોડા
Live TV
-
કર્ણાટક કોંગ્રેસ અધ્યક્ષ ડી.કે.શિવકુમાર અને તેમના ભાઈ ડી.સુરેશને ત્યાં CBIના દરોડા-CBIએ બન્નેના બેંગાલુરુ અને કનકપુરામાં આવેલા નિવાસસ્થાનો પર કરવામાં આવી કાર્યવાહી.
સીબીઆઈએ આજે કર્ણાટક કોંગ્રેસનાં અધ્યક્ષ ડી. કે. શિવકુમાર અને તેમના ભાઈ ડી. કે. સુરેશના બેંગલુરુ અને કનકપુર સ્થિત વ્યાવસાયિક સ્થાનો ઉપર દરોડા પાડ્યા છે. આજે સવારથી કર્ણાટકના કોંગ્રેસ અધ્યક્ષ ડી. કે. શિવકુમાર અને તેના ભાઈ સાંસદ ડી. કે. સુરેશના વિવિધ વ્યાવસાયિક સ્થાનો ઉપર સીબીઆઈના દરોડા પાડ્યા છે.
ડી. કે. શિવકુમાર અને તેમના ભાઈ સાંસદ ડી. કે. સુરેશના વ્યાવસાયિક સ્થાનો ઉપર પણ સીબીઆઈએ દરોડા પાડ્યા છે. ભ્રષ્ટાચાર અને મણિ લોંડરિંગના મામલે ઈડીની તપાસ બાદ આજે સીબીઆઈ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે.