J&Kના પંપોર બાયપાસ પાસે CRPFની ટીમ પર આતંકી હુમલો, 2 જવાન શહિદ
Live TV
-
જમ્મુ કાશ્મીરના પમ્પોર બાયપાસ પર CRPF ની ટીમ પર આતંકી હુમલો: બે જવાન શહીદ, ત્રણ ઘાયલ
કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરના દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના પંપોરમાં કાંદજાલ વિસ્તારમાં સીઆરપીએફની ટુકડી ઉપર થયેલ આતંકવાદી હુમલામાં બે જવાનો શહીદ થયા છે. જ્યારે 3 જવાનો ઘાયલો થયા છે. સીઆરપીએફની 110મી બટાલીયનના દળ પર આ આતંકવાદી હુમલો થયો હતો.
ઘાયલ જવાનોને સારવાર માટે 92 બેઝ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હુમલા બાદ સમગ્ર વિસ્તારમાં વાહન વ્યવહાર રોકી દેવામાં આવ્યો હતો. આ વિસ્તારમાં સેનાએ ઘેરાબંધી કરીને આતંકવાદીઓની શોધખોળ હાથ ધરી છે.