ભારત અને ઇઝરાયલમાં વધતા કોવિડ-19ના સંક્રમણના સહયોગ મુદ્દે PM મોદી અને ઇઝરાયલના PM વચ્ચે ચર્ચા
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઇકાલે ઇઝરાયલના સમકક્ષ બેન્જામીન નેતનયાહું સાથે વાતચીત કરી હતી. બન્ને નેતાઓએ જળ,કૃષી, અને નવપ્રવર્તન ક્ષેત્રમાં બન્ને દેશોએ કરેલી પ્રગતીની સમિક્ષા કરી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઇકાલે ઇઝરાયલના સમકક્ષ બેન્જામીન નેતનયાહું સાથે વાતચીત કરી હતી. બન્ને નેતાઓએ જળ,કૃષી, અને નવપ્રવર્તન ક્ષેત્રમાં બન્ને દેશોએ કરેલી પ્રગતીની સમિક્ષા કરી હતી. પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા ઇસ્યું કરેલા નિવેદન અનુસાર કોવિડ-19ના સંદર્ભમાં દ્વિપક્ષીય સબંધોમાં થયેલ પ્રગતી જેમાં બિમારીની ઓળખ માટે તપાસના સાધનો અને રસી સહિતની સમિક્ષા થઇ હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું છે કે બન્ને નેતાઓએ કોવિડ-19 સામે લીધેલા પગલાઓ માં સહયોગ વધારવા ચર્ચા કરી હતી. તેમણે વધુમાં કહ્યું કે સૌર ઉર્જાના ક્ષેત્રમાં નવીનીકરણ અંગે ડીઝીટલ કોન્ફરન્સ આયોજીત કરવા સંમત થયા હતાં. ઇઝરાયલના નેતાએ ટ્વીટ કરીને વિવિધ મુદે દ્વિપક્ષીય સહયોગ આગળ વધારવા માટે સંમતી વ્યકત કરી હતી.