IGSTના 1.65 લાખ કરોડ રૂપિયા રાડયોને નાણા ફાળવવામાં આવ્યા
Live TV
-
GST પરિષદની ગઇકાલે 42મી બેઠક યોજાઇ હતી. જેમા ઘણા મહત્વના નિર્ણયો લેવાયા હતાં. આ બેઠક બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણે આ અંગે જાણકારી આપી હતી. તેમણે રાજ્યોને વિશ્વાસ આપ્યો હતો કે જીએસટી અને કોવિડથી થયેલા નુકશાનની પુરી ભરપાઇ કેન્દ્ર સરકાર કરશે.
GST પરિષદની ગઇકાલે 42મી બેઠક યોજાઇ હતી. જેમા ઘણા મહત્વના નિર્ણયો લેવાયા હતાં. આ બેઠક બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણે આ અંગે જાણકારી આપી હતી. તેમણે રાજ્યોને વિશ્વાસ આપ્યો હતો કે જીએસટી અને કોવિડથી થયેલા નુકશાનની પુરી ભરપાઇ કેન્દ્ર સરકાર કરશે. નાણામંત્રીએ કહ્યું કે આઇજીએસટીના 1.65 લાખ કરોડ રૂપિયા રાજ્યો ને ફાળવી દીધા છે. ત્યાર બાદ સુશીલ મોદીની અધ્યક્ષતામાં કમિટી બની હતી તેમા નક્કી કરાયું હતું કે જે રાજ્યોને ઓછા નાણા મળ્યાં છે. તેમને 24 હજાર કરોડ રૂપિયા માંથી વધુ રકમ આપવામાં આવશે. જે રાજ્યોને આગાઉ વધુ નાણા મળ્યાં છે. તેને આગળના સમયમાં સરભર કરવામાં આવશે.