કર્ણાટક ચૂંટણીની હારને લઇ રાહુલ ગાંધીનું નિવેદન, જનતા માટે સંઘર્ષ કરતા રહીશું
Live TV
-
રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને જનતાનો આભાર માન્યો હતો.
કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને આજે આકરા પરાજયનો સામનો કરવો પડ્યો છે. ત્યારે પ્રદેશમાં કોંગ્રેસની સીટો 122 પરથી ઘટીને 78 સુધી આવી પહોંચી છે. ચૂંટણી પરિણામ આવ્યાં બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજ્યની જનતાનો તથા પાર્ટીનાં કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે,”તેઓ રાજ્યની જનતા માટે સતત સંઘર્ષ કરતા રહેશે.”
રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે, આ ચૂંટણીમાં કોંગ્રેસ માટે મત આપનારા તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર. અમે તમારા સહયોગની પ્રશંસા કરીએ છીએ અને તમારા માટે સદાય સંઘર્ષ કરતા રહીશું. વધુમાં તેઓએ કહ્યું કે અમારા નેતાઓ અને કાર્યકર્તાઓને પણ હું ધન્યવાદ કરૂ છું. પાર્ટીનાં પક્ષમાં જેઓએ સમર્પણ દાખવ્યું છે અને કઠોર મહેનત કરી છે તેઓનો પણ આભાર.
ર્ણાટકમાં કોઈ પણ પાર્ટીને સ્પષ્ટ બહુમત મળતું નથી દેખાઇ રહ્યું. અત્યાર સુધી આવેલા પરિણામ મુજબ ભાજપને 104, કોંગ્રેસને 78 અને JDS-બસપાને 38 સીટો મળી રહેલ છે. બહુમતનો જાદુઈ આંકડો જો જોઇએ તો તે 112 સીટોનો છે.
JDSને સમર્થન આપવાની કોંગ્રેસે કરી જાહેરાતઃ
કોંગ્રેસે ચૂંટણી પરિણામોમાં જોવા મળેલી હારને લઇ JDSને સમર્થન આપવાની જાહેરાત કરી હતી. JDSએ 38 સીટો પર જીત મેળવી છે. પરંતુ કોંગ્રેસે સમર્થન આપ્યાં બાદ પણ રાજ્યપાલે ભાજપને સૌથી મોટા દળનાં રૂપમાં સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું છે.સૂત્રોએ જણાવ્યું કે, રાજ્યપાલે યેદિયુરપ્પાને સરકાર બનાવવા માટે આમંત્રણ આપેલ છે. સૂત્રો પણ એવું જણાવી રહેલ છે કે 17 કે 18મી મેંએ યેદિયુરપ્પા મુખ્યપ્રધાન પદ્દનાં શપથ ગ્રહણ કરશે.