કર્ણાટક વિધાનસભા ચૂંટણીઃ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ
Live TV
-
કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે અધિસૂચના જારી થવાની સાથે ઉમેદવારી પત્રક ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ઉમેદવારી પત્રક 24 એપ્રિલ સુધી ભરી શકાશે. 224 સભ્યોવાળી વિધાનસભા માટે 12 મેએ મતદાન યોજાશે અને 15 મેએ મતગણના થશે.
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી માટે આગામી બે દિવસ બેંગલુરૂમાં ચૂંટણી પ્રચાર કરશે. તેમણે 12મી સદીના સમાજ સુધારક બાશ્વેશ્વરની પ્રતિમાને ફૂલ-હાર અર્પણ કરીને પ્રચારની શરૂઆત કરી. ત્યારબાદ તે જાણીતા કન્નડ લેખક અને ડો. સિદ્દાલિંગૈયાને મળશે અને ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી ઢંઢેરાને લઈને તેમના વિચારો જાણશે.
શાહ બાદમાં પેલેસ ગ્રાઉન્ડમાં શક્તિ કેન્દ્ર પ્રમુખોના સંમેલમાં ભાગ લેશે. તેના અન્ય કાર્યક્રમોમાં હોસકોટેમાં રોડ શો, શક્તિ કેન્દ્રના પ્રમખોને સંબોધન અને વ્યાપાર તથા ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ સાથેની વાતચીત સામેલ છે. મુખ્યપ્રધાન સિદ્ધારમૈયા અને તેમના પુત્ર ડો. યતિન્દ્ર વરૂણાએ વિધાનસભા ક્ષેત્રમાં પ્રચાર કર્યો. સિદ્ધારમૈયાએ કહ્યું કે, તે ધરતી પુત્ર છે અને વચનો પૂરા કરવા માટે ચૂંટણીમાં લોકો તેને અને તેના પુત્રને સમર્થન આપશે.