કુલભૂષણ જાધવની સુરક્ષા માટે ભારત પ્રતિબદ્ધ
Live TV
-
ભારતે કુલભૂષણ જાધવના મામલામાં આંતરરાષ્ટ્રીય કોર્ટમાં બીજીવાર ભારતે પોતાનો લેખિત જવાબ દાખલ કર્યો. વિદેશ મંત્રાલયે કહ્યું કે, ભારત આ વર્ષે 17 જાન્યુઆરીના કોર્ટના આદેશ મુજબ પોતાનો જવાબ રજૂ કર્યો.
ભારતે કુલભૂષણ જાધવના મામલામાં આંતરરાષ્ટ્રીય કોર્ટમાં બીજીવાર ભારતે પોતાનો લેખિત જવાબ દાખલ કર્યો. વિદેશ મંત્રાલયે કહ્યું કે, ભારત આ વર્ષે 17 જાન્યુઆરીના કોર્ટના આદેશ મુજબ પોતાનો જવાબ રજૂ કર્યો છે. મંત્રાલયે કહ્યું કે, તે કુલભૂષણ જાધવના અધિકારોની સુરક્ષા માટે તમામ સંભવિત પ્રયાસ કરવાને લઈને પ્રતિબદ્ધ છે.
ભારતે આ મામલામાં 1963ની વિયના સંધિની જોગવાઇનું પાકિસ્તાન દ્વારા ઉલ્લંઘન કરવાને લઈને ગત વર્ષે 8 મેએ કોર્ટમાં પ્રથમવાર અપીલ કરી હતી. કોર્ટે ગત વર્ષે 18 મેએ ભારતની રજૂઆત પર વિચાર કરતા આદેશ આપ્યો હતો કે પાકિસ્તાન સૈનિક કોર્ટના કેસમાં કુલભૂષણને આપવામાં આવેલી ફાંસીની સજા પર અમલ ન કરે.