પર્યાપ્ત રોકડ ઉપલબ્ધઃ નાણામંત્રી
Live TV
-
નાણામંત્રી અરૂણ જેટલીએ કહ્યું કે, દેશમાં રોકડની સ્થિતિની સમીક્ષા થઈ રહી છે. તેમણે કહ્યું કે, રોકડનો વ્યવહાર પર્યાપ્ત અને બેન્કોમાં રોડક ઉપલબ્ધ છે. નાણામંત્રીએ રોકડની અસ્થાઇ ઉણપને પહોંચી વળવાને પ્રાથમિકતા આપવાનો વિશ્વાસ અપાવ્યો છે.
છેલ્લા થોડા દિવસોથી દેશના કેટલાક રાજ્યોમાં રોકડની તંગીના સમાચારો વચ્ચે કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીએ સમીક્ષા બેઠન બોલાવી. સરકારે આશ્વાસન આપ્યું કે, નાણાની આપૂર્તિમાં કમી નથી થાય અને માંગ વધુ હશે તો સરકાર નોટોની ભરપાઇ કરશે. બીજીતરફ સરકાર એટીએમમાં રોકડ ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરવા માટે પગલા ભરી રહી છે.