કર્ણાટક: વિશ્વાસ મત જીત્યા મુખ્યમંત્રી યેદિયુરપ્પા ; સ્પીકર કે આર રમેશકુમારે રાજીનામું આપ્યું
Live TV
-
કર્ણાટક વિધાનસભામાં આજે નવનિર્વાચીન મુખ્યમંત્રી બી.એસ. યેદિયુરપ્પાએ વિશ્વાસ મત પ્રસ્તાવ રજૂ કર્યો હતો. અને ધ્વનિમતથી તે પસાર થયો હતો. વિશ્વાસ મત જીત્યા બાદ મુખ્યમંત્રી યેદિયુરપ્પાએ સદનમાં અનુદાન માંગો સાથે વિનિયોગ વિધેયક રજૂ કર્યું હતું. આજે વિધાનસભાની બેઠક જેવી શરૂ થઈ મુખ્યમંત્રી યેદિયુરપ્પાએ પોતાની ત્રણ દિવસ જૂની સરકારનો બહુમત સિદ્ધ કરવા માટે વિશ્વાસ મત પ્રસ્તાવ રજૂ કર્યો હતો. યેદિયુરપ્પાએ જણાવ્યું હતું કે, તેઓ બદલાની રાજનીતિ નહીં કરે. તો કર્ણાટક વિધાનસભા અધ્યક્ષ કે.આર.રમેશકુમારે પણ રાજીનામું આપ્યું છે.
