કર્ણાટક હાઈકોર્ટએ શાળાઓમાં હિજાબ પહેરવા ઉપર આપ્યો મહત્વપૂર્ણ ચુકાદો
Live TV
-
હિજાબ વિવાદ મામલે કર્ણાટક હાઈકોર્ટ મહત્વપૂર્ણ ચુકાદો આપતા કહ્યુ કે, ઈસ્લામમાં હિજાબ પહેરવો અનિવાર્ય નથી. કર્ણાટક હાઈકોર્ટે ચૂકાદો આપતા મુસ્લિમ વિદ્યાર્થીનીઓએ કરેલી ક્લાસરૂમમાં હિજાબ પહેરવાની અરજી ફગાવી દીધી છે. હાઈકોર્ટની પૂર્ણપીઠ દ્વારા ગયા મહિને હિજાબ વિવાદ પર સુનાવણી પૂર્ણ કરવામાં આવી હતી. પૂર્ણપીઠમાં ચીફ જસ્ટિસ રિતુ રાજ અવસ્થી, જસ્ટિસ ક્રિષ્ના એસ દીક્ષિત અને જસ્ટિસ જે.એમ ખાજીનીનો સમાવેશ થાય છે.
ચુકાદા પહેલા બેંગલુરૂમાં પોલીસે સાર્વજિક શાંતિ અને વ્યવસ્થા રાખવા મોટી સભાઓ પર 21 માર્ચ સુધી પ્રતિબંધ લાગાડ્યા છે. સાથે દક્ષિણ કર્નાટકની શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. સાથે સંપૂર્ણ બેંગલુરૂમાં પોલીસ પ્રસાશન ધારા 144 લાગુ કરી છે. તો આ તરફ હાઈકોર્ટના નિર્ણયનો કેન્દ્રના લઘુમતિ બાબતોના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ સ્વાગત કર્યું હતું.