દેશભરમાં આજથી 12 થી 14 વર્ષની વયજૂથના બાળકોને કોવિડ-19ની રસી આપવામાં આવશે
Live TV
-
દેશભરમાં 12 થી 14 વર્ષની ઉંમરના બાળકોને આજથી કોવિડ વિરોધી રસી આપવાની શરૂઆત થશે.આ ઉંમરના બાળકોને માત્ર કોર્બેવેક્સ રસી આપવાની મંજુરી આપવામાં આવી છે. રસીકરણ માટે કોવિન એપ દ્વારા નોંધણી કરી શકાશે. બાળકો પોતાના નજીકના રસીકરણ કેન્દ્રો અને સ્કુલોમાં સીધા પહોચીને રસી લઇ શકાશે. રસી લીધા બાદ અગમચેતીના ભાગરૂપે અડધો કલાક રસીકરણ કેન્દ્રમાં રોકાવાની જરૂરિયાત રહેશે. ત્યાર બાદ બાળકો પોતાની સામાન્ય દિનચર્યા કરી શકશે.
આ ઉપરાંત દેશભરમાં 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને કોવિડ વિરોધી બુસ્ટર ડોઝ આપવાની શરૂઆત થશે. આ ઉમરવર્ષના લોકો માટે આજથી કોમાર BTDની જરૂરિયાત સમાપ્ત કરવામાં આવી છે. હવે કોઇપણ સિનિયર સિટીઝન કોવિડ વેકસીનનો બુસ્ટર ડોઝ લઇ શકશે.કોવિડની બીજી રસી લીધાને નવ મહિના પૂરા થયા બાદ બુસ્ટર ડોઝ લગાવી શકાશે.
ગુજરાતમાં પણ આજે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં 12 થી 14 વર્ષના કિશોરોને કોરોના વિરોધી રસી આપવામાં આવશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરની બોરિજ પ્રાથમિક શાળા ખાતેથી આજે સવારે 9 કલાકે આ રાજ્યવ્યાપી વેક્સિનેશનનો પ્રારંભ કરાવશે. કોવિડ-19 રસીકરણ કાર્યક્રમ અન્વયે ભારત સરકારની માર્ગદર્શિકા મુજબ રાજ્યમાં રસીકરણની સફળતાપૂર્વક શરૂઆત કરવાની તમામ તૈયારીઓ આરોગ્ય વિભાગે પૂર્ણ કરી છે.
રાજ્યના શિક્ષણ વિભાગ, માતૃ અને બાળ કલ્યાણ વિભાગ અને અન્ય સંબંધિત વિભાગોના સહયોગથી આ રસીકરણ ઝૂંબેશમાં પાત્રતા ધરાવતા તમામ બાળકોને આવરી લેવામાં આવશે. 12 થી 14 વર્ષની વય જૂથના અંદાજે 23 લાખ બાળકોને કોવિડ-19ની વેક્સિનના બે ડોઝ આ અભિયાન અંતર્ગત આપવામાં આવશે.