પ્રધાનમંત્રીએ ઓપરેશન ગંગાની સફળતા માટે અથાક મહેનત કરી છે તે હિતધારકોને વર્ચ્યુઅલ રીતે મળ્યા
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યૂક્રેનમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત ભારત લાવવાના અભિયાન માટે કામ કરી ચુકેલા ભારતીય દૂતાવાસના કર્મચારીઓ અને તેમાં મદદગાર રહેલા સામુદાયિક સંગઠનો સાથે ગઈકાલે વાતચીત કરી હતી. ફસાયેલા ભારતીયો સુરક્ષિત ભારત પાછા ફરે તે સુનિશ્ચીત કરવામાં આ અધિકારીઓએ મહત્વની ભૂમિકા નિભાવી હતી. પ્રધાનમંત્રીએ તેમની સાથે વાતચીત કરીને તેમની ભૂમિકાની પ્રશંસા કરીને આભાર પણ માન્યો હતો. ઓપરેશન ગંગામાં સંબિધિત દૂતાવાસ અને વિદેશ મંત્રાલયની મહત્વની ભૂમિકા રહી હતી. ઓપરેશન ગંગા હાથ ધરાયું તે વખતે પણ પ્રધાનમંત્રી રોજ સ્થિતીની સમીક્ષા કરતા હતા. ઓપરેશનમાં ભાગ લેવા વરિષ્ઠ કેબિનેટ મંત્રીઓને પણ યૂક્રેનના પાડોશી દેશોમાં મોકલ્યા હતા.