સંસદના બજેટ સત્ર દરમ્યાન આજે લોકસભા અને રાજ્યસભામાં વિવિધ વિષયોના બિલ પર ચર્ચા થશે
Live TV
-
સંસદના બજેટ સત્ર દરમ્યાન આજે રાજ્યસભામાં બોગટા જાતિને અનુસુચિત જનજાતિની યાદીમાં દાખલ કરવાનું બિલ રજૂ કરવા આવશે તો જનજાતિય કાર્ય મંત્રાલય પર ચાલુ ચર્ચા રહેશે. લોકસભામાં લેહ બજેટ પર પણ ચર્ચા ચાલુ રહેશે.
સંસદના બજેટ સત્રમાં આજે સંવિધાન સુધારા બિલ યાદીબધ્ધ કરવામાં આવ્યું છે. તે અનુસાર બોકટા જાતિને અનુસુચિત જાતિની યાદીમાંથી દૂર કરીને અનુસુચિત જનજાતિની યાદીમાં દાખલ કરવાનું બિલ મંજૂરી માટે ગૃહમાં લાવવામાં આવશે.
રાજ્યસભામાં સવારે 11 વાગે શૂન્યકાળ અને 12 વાગે પ્રશ્નોત્તરી યોજાશે. રાજ્યસભામાં આજે જનજાતિ કાર્યમંત્રાલય પરની ચર્ચા આગળ વધારાશે. રેલવે મંત્રાલયનું કામકાજ પણ યાદીબધ્ધ છે. લોકસભામાં પણ રેલવે બજેટની ચર્ચા આગળ વધારવામાં આવશે. આ સાથે લોકસભામાં સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય પર ચર્ચા યાદીબધ્ધ છે. લોકસભામાં ત્રિપુરા સંબંધીત જનજાતિ સંવિધાન સુધારા બિલ ચર્ચા અને મંજૂરી માટે યાદીબધ્ધ છે.