પ્રધાનમંત્રીએ 12-14 વર્ષનાં બાળકોને વેક્સીન લગાવવા કરી અપીલ
Live TV
-
આજે દેશભરમાં 12 થી 14 વર્ષની ઉંમરના બાળકોને આજથી કોવિડ વિરોધી રસી આપવાની શરૂઆત થઇ ગઈ છે. ત્યારે 12 થી 14 વર્ષના કિશોરોને માત્ર કોર્બેવેક્સ રસી આપવાની મંજુરી આપવામાં આવી છે. અને દેશના વિવિધ રાજ્યો અને પ્રદેશોમાં કોવિડ વિરોધી રસીકરણ સફળતાપૂર્વક પ્રારંભ કરવામાં આવ્યો છે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ્સ કરીને જણાવ્યું હતું કે,
"આજનો દિવસ આપણા નાગરિકોને રસી આપવાના ભારતના પ્રયાસોમાં એક મહત્વપૂર્ણ દિવસ છે. હવે પછી, 12-14 વય જૂથના કિશોર રસી માટે પાત્ર છે અને 60 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો સાવચેતીના ડોઝ માટે પાત્ર છે. હું આ વય જૂથના લોકોને રસી લેવા વિનંતી કરું છું. "
"સમગ્ર વિશ્વની સંભાળ રાખવાની ભારતની નીતિને અનુરૂપ, અમે રસી મૈત્રી કાર્યક્રમ હેઠળ ઘણા દેશોમાં રસી મોકલી છે. મને આનંદ છે કે ભારતના રસીકરણના પ્રયાસોએ કોવિડ-19 સામેની વૈશ્વિક લડાઈને વધુ મજબૂત બનાવી છે."
"આજે, ભારતમાં ઘણી બધી 'મેડ ઈન ઈન્ડિયા' રસીઓ છે. અમે મૂલ્યાંકનની યોગ્ય પ્રક્રિયા પછી અન્ય રસીઓને પણ મંજૂરી આપી છે. આપણે આ જીવલેણ રોગચાળા સામે લડવા માટે ઘણી સારી સ્થિતિમાં છીએ. તે જ સમયે, કોવિડ સંબંધિત તમામ સાવચેતીઓનું પાલન કરવાની આપણે જરૂર છે."
આ જીવલેણ રોગચાળા સામે લડવા માટે આપણે ઘણી સારી સ્થિતિમાં છીએ. તે જ સમયે, આપણે કોવિડ સંબંધિત તમામ સાવચેતીઓનું પાલન કરતા રહેવું પડશે.