કર્ણાટક: હિજાબ વિવાદ પર હાઈકોર્ટમાં આજે ફરી સુનાવણી
Live TV
-
કર્ણાટકમાં ચાલી રહેલા હિજાબ વિવાદ અંગે હાઈકોર્ટમાં દાખલ અરજીઓ પર સોમવારે સુનાવણી શરૂ થઇ હતી જે મુદ્દે કર્ણાટક હાઈકોર્ટમાં આજે ફરી સુનવણી થશે. કર્ણાટક સરકારે શાળા અને કોલેજોને 16મી ફેબ્રુઆરીથી ફરી ખોલવાનો નિર્ણય લીધો છે. હિજાબ મુદ્દે વિરોધ પ્રસારથી બચવા શાળા અને કોલેજને બંધ કરવામાં આવી હતી. હાઈકોર્ટમાં દાખલ અરજીઓમાં હિજાબ પર પ્રતિબંધને પડકારવામાં આવ્યો છે. ચીફ જસ્ટિસ ઋતુરાજ અવસ્થી, જસ્ટિસ કૃષ્ણા એસ. દીક્ષિત અને જસ્ટિસ જે.એમ.ખાજીની બેન્ચ આ મામલે સુનાવણી કરી રહ્યાં છે.