રાંચી: ચારા ઘોટાળા વિવાદ પર આજે RJD ના નેતા લાલુપ્રસાદ યાદવ સામે સુનવણી હાથ ધરાશે
Live TV
-
ચારા ઘોટાળા વિવાદ પર આજે રાંચીમાં રાષ્ટ્રીય જનતા દળના નેતા લાલુપ્રસાદ યાદવની સામે સુનાવણી હાથ ધરવામાં આવશે. લાલુ પ્રસાદ સહિત આ તમામ 99 આરોપીઓ પર વિશેષ CBI કોર્ટ ચુકાદો સંભળાવશે. CBIની વિશેષ કોર્ટમાં ન્યાયાધીશે બધા જ આરોપીને કોર્ટમાં હાજર રહેવા માટે આદેશ આપ્યો છે. આ વિવાદ ડોરાન્ડા ટ્રેઝરીમાં 140 કરોડ રૂપિયાની ગેરકાયદે નિકાસ સાથે જોડાયેલ છે. આ કેસની શરૂઆતમાં 140 આરોપીઓ હતા જેમાંથી 55 આરોપી મૃત્યુ પામ્યા છે અને 6 આરોપીઓ ફરાર છે. આ હાઈપ્રોફાઈલ કેસમાં લાલુપ્રસાદ યાદવ સહીત પૂર્વ સાસંદ જગદીશ શર્મા, ડૉ.આર.કે.શર્મા, તત્કાલીન પશુપાલન સચિવ વૈગ જ્યુલીશ સહીત ૯૯ આરોપીઓની વિરુદ્ધ આજે સુનાવણી થશે.