પ્રધાનમંત્રી આવતીકાલે ધ એનર્જી એન્ડ રિસોર્સિસ ઇન્સ્ટિટ્યૂટ (TERI) વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટમાં કરશે સંબોધન
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 16મી ફેબ્રુઆરી, 2022ના રોજ સાંજે 6 વાગ્યે ધ એનર્જી એન્ડ રિસોર્સિસ ઇન્સ્ટિટ્યૂટ (TERI)ની વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટમાં વિડિયો સંદેશ દ્વારા ઉદ્ઘાટન સંબોધન કરશે.
વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટએ TERIની વાર્ષિક ફ્લેગશિપ ઇવેન્ટ છે. આ વર્ષની સમિટની થીમ ‘એક સ્થિતિસ્થાપક ગ્રહ તરફ: ટકાઉ અને સમાન ભાવિની ખાતરી કરવી’ છે. આ સમિટમાં જળવાયુ પરિવર્તન, ટકાઉ ઉત્પાદન, ઉર્જા સંક્રમણ, વૈશ્વિક કોમન્સ અને સંસાધન સુરક્ષા સહિત વિવિધ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવશે.
16મી ફેબ્રુઆરીથી શરૂ થનારી ત્રણ દિવસીય સમિટમાં ડોમિનિકન રિપબ્લિકના પ્રેસિડેન્ટ શ્રી લુઈસ એબિનેડર, કોઓપરેટિવ રિપબ્લિક ઓફ ગુયાનાના પ્રમુખ ડૉ.મોહમ્મદ ઈરફાન અલી, સંયુક્ત રાષ્ટ્રના ડેપ્યુટી સેક્રેટરી જનરલ, અમીના જે મોહમ્મદ, વિવિધ આંતરસરકારી સંસ્થાઓના પ્રમુખો, બારથી વધુ દેશોના મંત્રીઓ અને દૂત તેમજ 120થી વધુ દેશોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે.