Skip to main content
Settings Settings for Dark

કાયદા મંત્રી : દિલ્હી હાઇકોર્ટના જજની બદલી પ્રોટોકોલ મુજબ

Live TV

X
  • કાયદામંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું કે, તમામ પ્રક્રિયાનું પાલન કરીને જસ્ટિસ મુરલીધરની બદલી કરવામાં આવેલી છે

    જસ્ટિસ મુરલીધરની થયેલી બદલીને મુદ્દે સરકારે સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે, તેમની બદલીની ભલામણની તારીખ 12 ફેબ્રુઆરીની છે. કાયદામંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું કે, તમામ પ્રક્રિયાનું પાલન કરીને જસ્ટિસ મુરલીધરની બદલી કરવામાં આવેલી છે. કોંગ્રેસ પર નિશાન સાધતાં રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે, એક પરિવારના લોકોથી બનેલો એક પક્ષ વાંધાનજનક ભાષણો વિશે ટિપ્પણી આપતો રહે છે. પરિવાર અને તેના સાથીદારો અદાલત, સૈન્ય, પ્રધાનમંત્રી અને ભારતના લોકો માટે કઠોર શબ્દોનો ઉપયોગ કરી રહ્યા છે. રૂટિન ટ્રાન્સફર પર કોંગ્રેસ રાજકારણ ખેલી રહી છે. ભારતના લોકો કોંગ્રેસને રીજેક્ટ કરી ચૂકી છે. અને કોંગ્રેસ સંસ્થાઓને ખતમ કરવા પ્રયાસ કરી રહી છે. રવિશંકરે જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટ દ્વારા જસ્ટિસ લોયા કેસમાં લેવામાં આવેલા નિર્ણયનું આ લોકો સન્માન નથી કરી રહ્યા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply