કાવેરી જળ વિવાદ - સુપ્રીમ કોર્ટનો ચૂકાદો, તમિલનાડુને મળશે ઓછુ પાણી
Live TV
-
તમિલનાડુનો ભાગ 192 થી 177.25 ટીએમસી કરવામાં આવ્યો છે
સુપ્રીમ કોર્ટે આજે 120 વર્ષ જુના કાવેરી જળ વિવાદ મામલે ચૂકાદો આપતા તમિલનાડુને પાણીનો પુરવઠો ઘટાડવાનો હુકમ કર્યો છે..તમિલનાડુનો ભાગ 192 થી 177.25 ટીએમસી કરવામાં આવ્યો છે..તો કર્ણાટકને હવે 14.75 ટીએમસી વધુ પાણી આપવામાં આવશે...આ મામલાની સુનાવણી જસ્ટિસ દિપક મિશ્રા, જસ્ટિસ અમિતાભ રાય અને જસ્ટિસ ખાનવિલકરની બેન્ચે કરી હતી..આ મામલે કર્ણાટક , તમિલનાડુ અને કેરળે ફેબ્રુઆરી 2007ના કાવેરી ટ્રીબ્યુનલના એવોર્ડને પડકાર આપ્યો હતો.કર્ણાટક સરકારની ઈચ્છા હતી કે તમિલનાડુને જળ ફાળવણી ઓછી કરવા માટે સુપ્રીમ કોર્ટ આદેશ જારી કરે..જ્યારે તમિલનાડુ સરકારની ઈચ્છા હતી કે કર્ણાટકને જળ ફાળવણી ઓછી કરવામાં આવે..