કાશ્મીરમાં ખીણ પ્રદેશોના 51 ટકા વિસ્તારમાં પ્રતિબંધોમાં છૂટછાટ
Live TV
-
જમ્મુ અને લદ્દાખ ઉપરાંત કાશ્મીરના કુપવાડા ક્ષેત્રમાં મોબાઈલ સેવા બહાલ
કાશ્મીરમાં સ્થિતિ શાંતિપૂર્ણ છે. ખીણ પ્રદેશના 51 ટકા વિસ્તારોમાં દિવસ દરમિયાન પ્રતિબંધોમાં છૂટછાટ આપવામાં આવેલી છે. જમ્મુ અને લદ્દાખ ક્ષેત્રમાં દિવસ દરમિયાન કોઈપણ પ્રકારના પ્રતિબંધ નથી લાગેલા પ્રતિબંધોની સતત સમીક્ષા થઈ રહી છે અને પરિસ્થિતિ મુજબ સ્થાનિક વહીવટીતંત્ર સમયાંતરે પ્રતિબંધોમાં છૂટછાટ આપે છે. જમ્મુ અને લદ્દાખ ઉપરાંત કાશ્મીરના કુપવાડા ક્ષેત્રમાં મોબાઈલ સેવા બહાલ કરવામાં આવી છે. 24 કલાક વીજપુરવઠો, પાણી પુરવઠો મળી રહે તે સુનિશ્ચિત થઈ રહ્યું છે. એલપીજી સિલિન્ડર ઘેર ઘેર પહોંચાડવાનું કામ શરૂ થઈ ચૂક્યું છે. માત્ર શ્રીનગરમાં જ સાત હજાર એલપીજી સિલિન્ડરનું વિતરણ થયું છે. હોસ્પિટલ સેવા પણ સામાન્ય છે.