રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આઈસલેન્ડ, સ્વીત્ઝર્લેન્ડ અને સ્લોવેનિયાતી મુલાકાતે
Live TV
-
રાષ્ટ્રપતિ આ દેશો સાથેના આર્થિક અને રાજકીય સંબંધોને વધુ સુદૃઢ કરવા આ દેશના વડા સાથે વિચાર વિમર્શ કરશે
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ યુરોપના ત્રણ દેશોના પ્રવાસે જવા નવી દિલ્હીથી રવિવારે રાત્રે રવાના થયા હતા. યાત્રાના પ્રથમ ચરણમાં રાષ્ટ્રપતિ આઈસલેન્ડ પહોંચી ચૂક્યા છે. રાષ્ટ્રપતિ અહીના પ્રમુખ અને પ્રધાનમંત્રી સાથે મંત્રણા કરશે. રાષ્ટ્રપતિ નવ દિવસના વિદેશ પ્રવાસ દરમિયાન આઈસલેન્ડ, સ્વીત્ઝલેન્ડ અને સ્લોવાનિયાની મુલાકાત લેશે. રાષ્ટ્રપતિ આ દેશો સાથેના આર્થિક અને રાજકીય સંબંધોને વધુ સુદૃઢ કરવા આ દેશના વડાઓ સાથે વિચાર - વિમર્શ કરશે. 11થી 15 સપ્ટેમ્બર દરમિયાન રાષ્ટ્રપતિ સ્વીત્ઝલેન્ડની મુલાકાત લેશે. યાત્રાના અંતિમ ચરણમાં રાષ્ટ્રપતિ સ્લોવાનિયા જશે. અહીં પણ તેઓ સ્લોવાનિયાના પ્રમુખ અને પ્રધાનમંત્રી સાથે મંત્રણા કરશે