ચંદ્રની સપાટી પર વિક્રમ લેન્ડરનું મળ્યું સ્થાન, ઓર્બિટરે થર્મલ ઈમેજ મોકલી
Live TV
-
ભારતના ચંદ્રયાન -2 અંગે તાજેતરમાં મળી રહેલા સમાચાર પ્રમાણે ચંદ્રની ધરતી પર ઉતરનાર વિક્રમ લેન્ડરની થર્મલ ઈમેજ ચંદ્રની કક્ષામાં ફરી રહેલા ઓર્બિટરે મોકલી છે
આ સાથે લેન્ડર વિક્રમનું લોકેશન પણ મળી આવ્યું છે. જો કે આ થર્મલ ઇમેજ હોઇ વધુ જાણકારી ઉપલબ્ધ થઇ શકી નથી. પરંતુ લોકેશન ચોક્કસપણે જાણી શકાયું છે. હજી સુધી વિક્રમ લેન્ડર સાથેનો સંપર્ક પ્રસ્થાપિત થઇ શક્યો નથી. જેના અંગે ઇસરોના પ્રયત્નો ચાલુ છે.