રોહતકમાં PMની જનસભા, 2000 કરોડની પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે હરિયાણાના રોહતકની મુલાકાતે છે. તેમણે રોહતકમાં જનસભાને પણ સંબોધી હતી. ઉપરાંત તેમણે વિવિધ વિકાસ યોજનાઓનો પાયો નાખ્યો હતો. જેમાં શ્રી શિતળા માતા દેવી મેડિકલ કોલેજ, મેગા ફુડ પાર્ક વગેરેનો સમાવેશ થાય છે.
હરિયાણામાં થનાર ચૂંટણી પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ વિજય સંકલ્પ રેલી દ્વારા હરિયાણામાં પ્રચાર અભિયાનની શરૂઆત કરી રહ્યા છે. હરિયાણામાં ઓક્ટોબર માસમાં ચૂંટણી યોજાવાની છે. તેમણે જનસભાને સંબોધતા કહ્યું હતું કે, હરિયાણાની સરકાર દિકરીઓના શિક્ષણ પર જોર આપી રહી છે. આજે 2000 કરોડની પરિયોજનાઓનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે.
હરિયાણાની સરકારના વખાણ કરતા પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, હરિયાણાનો દરેક પરિવાર આજે મનોહર વન બની ગયો છે. ગરીબ, પીડિતો, વંચિતોની સેવા કરીને જનતાનો વિશ્વાસ મળે છે. જળ જીવન મિશન સાથે આખો દેશ જોડાઈ રહ્યો છે.