કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના કાર્યકાળને 100 દિવસ, ગૃહમંત્રીએ ગણાવ્યા સફળ કાર્યો
Live TV
-
મોદી સરકારને 100 દિવસ પૂર્ણ થતા અભિનંદન પાઠવ્યા
નરેન્દ્ર મોદી સરકારની બીજા કાર્યકાળના 100 દિવસ પૂર્ણ થયા છે..ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા આ 100 દિવસોની ઉપલબ્ધિઓને એક નિર્ણાયક સરકાર સ્વરૂપે પ્રસ્તુત કરવાનો નિર્ણય કરાયો છે..બીજા કાર્યકાળમાં સરકારના અલગ અલગ મંત્રીએ વિવિધ શહેરોમાં પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે ..કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મોદી સરકારની સફળતા ગણાવી છે..ગૃહમંત્રીએ ટ્વીટર પર કલમ 370 અને ત્રિપલ તલાકનો ઉલ્લેખ કરતા લખ્યુ છે કે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવાનો નિર્ણય હોય કે મુસ્લિમ મહિલાઓને ત્રિપલ તલાકના અભિષાપથી મુક્ત કરવાનો હોય કે પછી UAPA કાયદાને મજબૂત કરી દેશની સુરક્ષાને સુનિશ્ચિત કરવાનો હોય, આ તમામ નિર્ણયો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિર્ણાયક નેતૃત્વ ક્ષમતા અને રાષ્ટ્રહિત પ્રત્યે તેમની અતૂટ પ્રતિજ્ઞા દર્શાવે છે..