વરિષ્ઠ વકીલ રામ જેઠમલાણીનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
Live TV
-
વર્ષ 2010માં તેઓ સુપ્રીમ કોર્ટના બાર એસોસિએશનના અધ્યક્ષ પણ રહ્યા
વરિષ્ઠ વકીલ રામ જેઠમલાણીનું 96 વર્ષની વયે નિધન થયું છે. રામ જેઠમલાણી લાંબા સમયથી બિમાર હતા. રામ જેઠમલાણીએ ઘણા જાણીતા કેસો લડ્યા હતા. તેમાં ઈંદિરા ગાંધી કેસના હત્યારાઓનો કેસ, ડોની હાજી મસ્તાન અને હર્ષદ મહેતાનો સમાવેશ થાય છે. રામ જેઠમલાણી એક જાણીતા વકીલની સાથે રાજકારણી પણ હતા. તે RJDમાંથી રાજયસભાના સાંસદ હતા.96 વર્ષીય રામ જેઠમલાણી સુપ્રીમ કોર્ટના સીનિયર વકીલ હતા. તેમની ગણતરી દેશના પ્રસિદ્ધ ક્રિમિનલ વકીલોમાં કરવામાં આવતી હતી. તેઓ ભાજપ તરફથી રાજ્યસભા સાંસદ પણ રહી ચૂક્યા છે.જેઠમલાણી હાઇપ્રોફાઇલ કેસો ઉપરાંત પોતાના નિવેદનોને કારણે પણ ચર્ચામાં રહેતા હતા.
જેઠમલાણીએ 17 વર્ષની ઉંમરે જ વકીલની ડિગ્રી મેળવી હતી. ત્યારે નિયમોમાં સંશોધન કરી તેમને 18 વર્ષની ઉંમરે પ્રેક્ટિસ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. જ્યારે, નિયમ મુજબ પ્રેક્ટિસની ઉંમર મર્યાદા 21 વર્ષ હતી.જેઠમલાણીએ જે મુખ્ય કેસ લડ્યા તેમાં નાનાવટી વિરુદ્ધ મહારાષ્ટ્ર સરકાર, પૂર્વ પીએમ ઈન્દિાર ગાંધીના હત્યારા સતવંત સિંહે અને બેઅંત સિંહ, હર્ષદ મહેતા સ્ટોક માર્કેટ સ્કેમ, હાજી મસ્તાન કેસ, હવાલા સ્કેમ, મદ્રાસ હાઈકોર્ટ, આતંકી અફઝલ ગુરુ, જેસિકા લાલ મર્ડર કેસ, રજી સ્કેમ કેસ અને આસારામનો મામલો સામેલ છે.જેઠમલાણીનો જન્મ 14 સપ્ટેમ્બર 1923ના રોજ સિંધ (પાકિસ્તાન)ના શિકારપુરમાં થયો હતો.