કાશ્મીરમાં મોબાઈલ ઇન્ટરનેટ સેવાઓ શરૂ, પોસ્ટ પેડની સાથે સાથે પ્રિપેડ ઉપભોક્તાઓને મળશે 2G સ્પીડ
Live TV
-
જમ્મુ-કાશ્મીર વહીવટી તંત્ર દ્વારા સ્વીકૃત 301 વેબસાઈટ પૂરતો જ સિમિત રહેશે ઉપયોગ
કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરની કાશ્મીર ઘાટીમાં પોસ્ટપેઈડ અને પ્રિપેઈડ ફોન પર ટુજી મોબાઈલ ઈન્ટરનેટ સેવા શરૂ કરાઈ છે. જો કે તેનો ઉપયોગ જમ્મુકાશ્મીર પ્રશાસન દ્વારા સ્વીકૃત 301 વેબસાઈટ પૂરતો જ સિમિત રહેશે. આ સાઈટમાં બેંકિંગ, શિક્ષા, સમાચાર, યાત્રા, જનસુવિધાઓ સહિત રોજગાર સાથે સંબંધિત સર્ચ એન્જિન સામેલ છે. કાશ્મીર ઘાટીમાં પ્રિપેઈડ મોબાઈલ સેવા ફરી શરૂ કરવા અને જમ્મુ ડિવિઝનમાં પ્રતિબંધમુક્ત ટુજી મોબાઈલ ડેટાની બહાલીના એક સપ્તાહની અંદર ઘાટીમાં ટુજી મોબાઈલ ઈન્ટરનેટ સેવા ફરી શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે
