કાશ્મીર ખીણમાંથી ટ્રાવેલ એડવાઈઝરી દૂર
Live TV
-
પર્યટકો કાશ્મીર ખીણ પ્રદેશમાં ફરવા જઈ શકશે
જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે કાશ્મીર ખીણમાં જારી એડવાઈઝરીને હવે હટાવી લેવા આદેશ કર્યા છે. આ આદેશ 10 ઓક્ટોબરથી અમલી બનશે. ટ્રાવેલ એડવાઈઝરી દૂર થતાં જ પર્યટકો કાશ્મીર ખીણ પ્રદેશમાં ફરવા જઈ શકશે. સત્યપાલ મલિકે સોમવારે વરિષ્ઠ અધિકારીઓ સાથેની બેઠકમાં સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરી હતી, તે બેઠકમાં ટ્રાવેલ એડવાઈઝરી દૂર કરવા નિર્ણય લેવામાં આવ્યો હતો. જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી કલમ 370ની તમામ જોગવાઈ રદ કરતાં પહેલાં ગૃહવિભાગે એડવાઈઝરી જારી કરતાં કહ્યું હતું કે, ખીણ પ્રદેશમાંથી પર્યટકોને તાકીદે બહાર કાઢવામાં આવે