ભારતને મળી સ્વીસ બેન્કમાં ભારતીય ખાતા ધારકોની પ્રથમ યાદી
Live TV
-
AIOIના વૈશ્વિક માપદંડો મુજબ નાણાંકીય ખાતાઓની માહિતીનું આદાન-પ્રદાન
ભારતે માહિતી આદાનપ્રદાનની નવી વ્યવસ્થા AIOI હેઠળ સ્વીસ બેન્કમાં ભારતીયોના ખાતા અંગેની પ્રથમ યાદી સુપરત કરવામાં આવી છે. બંને દેશો વચ્ચે માહિતીના આદાનપ્રદાન માટે થયેલી સમજૂતીને પગલે ભારતને પોતાના નાગરિકોના વિદેશોમાં આવેલા કાળાનાણાં સામે લડત આપવામાં મદદ મળશે. સ્વીત્ઝર્લેન્ડના કેન્દ્રીય કરવેરા વહિવટીતંત્રે 75 દેશોને AIOIના વૈશ્વિક માપદંડો મુજબ નાણાંકીય ખાતાઓની માહિતીનું આદાનપ્રદાન કર્યું છે. વહીવટીતંત્રના પ્રવક્તાએ જણાવ્યું છે કે, ભારતને પહેલીવાર AIOI સમજૂતી હેઠળ બેન્ક ખાતાઓની માહિતી પૂરી પાડવામાં આવી છે