કાશ્મીર મામલે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવના તાજેતરના નિવેદન પર ભારતે આપ્યો જવાબ
Live TV
-
વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ, પાકિસ્તાન દ્વારા ગેરકાયદેસર રીતે અને બળપૂર્વક કબ્જે કરાયેલ કાશ્મીરના વિસ્તારોને ખાલી કરાવવા એકમાત્ર મુદ્દો.
ભારતે સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટરેસ દ્વારા કાશ્મીર મુદ્દે જે મધ્યસ્થતાની રજૂઆત કરવામાં આવી છે તેના પર કડક પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશકુમારે જણાવ્યું છે કે, કાશ્મીર પર કોઈ ત્રીજા પક્ષની મધ્યસ્થતાની જરૂર નથી. તેમણે જણાવ્યું કે, જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે અને રહેશે. અને જો કોઈ મુદ્દા પર સમાધાનની જરૂર છે તો તે પાકિસ્તાન દ્વારા ગેરકાયદેસર રીતે પોતાના કબજામાં લેનાર જગ્યાઓને ખાલી કરાવવાનો મુદ્દો છે. બાકીના બધા મુદ્દાઓ માટે દ્વિપક્ષીય ચર્ચાઓ કરવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે, કોઈ ત્રીજા પક્ષની મધ્યસ્થતા કે ભૂમિકાનો કોઈ સવાલ નથી. ઉલ્લેખનીય છે કે, એન્ટોનિયો ગુટરેસ રવિવારથી ચાર દિવસની પાકિસ્તાનની યાત્રાએ છે.
