ઝારખંડ વિકાસ મોર્ચા પાર્ટીનો ભાજપમાં વિલય
Live TV
-
કેન્દ્રીય ગૃહમંત્રીએ રાંચીના પ્રભાત તારા મેદાનમાં આયોજિત પુનર્મિલન સમારોહમાં ઝારખંડ વિકાસ મોર્ચાના અધ્યક્ષ સહ પૂર્વ મુખ્યમંત્રી બાબુલાલ મરાંડીને માળા પહેરાવી તેમની પાર્ટીને ભાજપમાં સામેલ કરી હતી. મિલન સમારોહમાં કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડા, પૂર્વ મુખ્યમંત્રી રઘુવર દાસ સહિત સાંસદો અને ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા.
અમિત શાહે કહ્યું કે, અમે બાબુલાલ મરાંડી અને તેમના કાર્યકર્તાઓને વિશ્વાસ અપાવવા માંગીએ છીએ કે અમે તેમને ક્યારેય તેવો અનુભવ થવા નહીં દઈએ કે તેઓ બીજી પાર્ટીમાંથી આવ્યા છે.
વધુમાં તેમણે કહ્યું કે, પાર્ટી કાર્યકર્તા ચૂંટણીમાં હારના કારણે નિરાશ ન થાય. ભાજપ કાર્યકર્તાઓનું લક્ષ્ય માત્ર મા ભારતીની સેવા કરવી અને દેશને આગળ વધારવો તે જ છે. એવામાં ચૂંટણી હાર-જીત થવી સામાન્ય છે. પાંચ વર્ષ દરમ્યાન રાજ્યની રઘુવર દાસની સરકારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એક-એક યોજનાઓ અને કાર્યક્રમોને જન જન સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો.
પ્રધાનમંત્રીએ પણ 2024 સુધી દરેક ઘરમાં પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવાનો નિર્ણય કર્યો છે.સમારોહમાં સંબોધન દરમ્યાન અમિત શાહે કહ્યું કે, અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ અને જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 અને 35એ ને હટાવીને તેને દેશ સાથે જોડવાનું કામ સરકારે કર્યું છે. અયોધ્યામાં ઝડપથી રામ મંદિર બનશે અને આ મામલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંસદમાં ટ્રસ્ટ બનાવવાની જાહેરાત પણ કરી છે.
