Skip to main content
Settings Settings for Dark

સેનામાં મહિલાઓને મળશે સ્થાયી કમીશન

Live TV

X
  • અદાલતે જણાવ્યું કે, મહિલાઓને આ પ્રકારની તૈનાતીથી વંચિત રાખવી ગેરતાર્કિક તથા સમાનતાના અધિકારની વિરુદ્ધ છે. પીઠે વધુમાં જણાવ્યું કે, મહિલા અધિકારીઓએ બહાદુરીથી દેશની સેવા કરી છે અને સરકારે પોતાનો દૃષ્ટિકોણ બદલવો જોઈએ જેથી સશસ્ત્ર દળોમાં લિંગ ભેદ દૂર કરી શકાય. 

    સુપ્રીમ કોર્ટે આજે કેન્દ્રને આદેશ આપ્યો છે કે, ત્રણ મહિનાની અંદર એ તમામ મહિલા અધિકારીઓને સેનામાં સ્થાયી કમિશન આપવામાં આવે જેમણે આ વિકલ્પ પસંદ કર્યો છે. ન્યાયમૂર્તિ ડી.વાય.ચંદ્રચુડની અધ્યક્ષતા હેઠળની પીઠે કેન્દ્ર સરકારના એ તર્કને ફગાવ્યો હતો જેમાં મહિલાઓને સ્થાયી કમિશન અથવા કમાન તૈનાતી ન આપવી મનોવૈજ્ઞાનિક સીમાઓ અને સામાજિક વ્યવસ્થા હેઠળ છે...

    ઉલ્લેખનીય છે કે, માર્ચ 2010માં દિલ્હી હાઇકોર્ટે મહિલા અધિકારીઓને સેનામાં 14 વર્ષ પૂર્ણ થયાં પછી સ્થાયી કમિશન આપવાનો આદેશ આપ્યો હતો. પરંતુ આ આદેશ વિરૂદ્ધ રક્ષામંત્રાલયે સુપ્રીમમાં અરજી દાખલ કરી હતી. સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના નિર્ણયને યોગ્ય ઠેરવતાં મહિલા અધિકારીઓને પણ સ્થાયી કમિશન આપવું પડશે તેવો મહત્વનો ચૂકાદો આપ્યો હતો. તો સેનાની મહિલા અધિકારીઓએ આ નિર્ણય પર ખુશી વ્યક્ત કરતાં તેને ઐતિહાસિક અને પ્રગતિશીલ ગણાવ્યો હતો..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply