કિરુ હાઇડ્રોપાવર પ્રોજેક્ટ માટે REC લિમિટેડ 1,869 કરોડની આપશે લોન
Live TV
-
કિરુ હાઇડ્રોપાવર પ્રોજેક્ટ માટે REC લિમિટેડ 1,869 કરોડની આપશે લોન
REC લિમિટેડ અને પાવર મંત્રાલય હેઠળની અગ્રણી NBFCએ ચેનાબ વેલી પાવર પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ સાથેનાં કરાર પર હસ્તાક્ષર કર્યા છે. REC લિમિટેડ, જમ્મુ અને કાશ્મીરમાં કિરુ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ માટે ટર્મ લોન તરીકે ₹1,869 કરોડ પ્રદાન કરશે.
વીજ મંત્રાલયે જાહેર કરેલી એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે REC લિમિટેડ, એક મહારત્ન કેન્દ્રીય જાહેર ક્ષેત્રની કંપની અને પાવર મંત્રાલય હેઠળની અગ્રણી NBFC, ચેનાબ વેલી પાવર પ્રોજેક્ટ પ્રાઈવેટ લિમિટેડ (CVPPL) સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ હેઠળ, REC ટર્મ લોનના રૂપમાં CVPPLને રૂ. 1,869.265 કરોડની નાણાકીય સહાય પૂરી પાડશે.
જણાવી દઈએ કે આ લોનનો ઉપયોગ જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં ચેનાબ નદી પર ગ્રીનફિલ્ડ 4×156 મેગાવોટ કિરુ હાઈડ્રોપાવર પ્રોજેક્ટના વિકાસ, નિર્માણ અને સંચાલન માટે કરવામાં આવશે. નોંધનીય છે કે, 624 મેગાવોટ કિરુ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટએ રન-ઓફ-રિવર સ્કીમ છે. આ સ્કીમમાં 135 મીટર ઊંચાઈના ડેમ અને 156 મેગાવોટના 4 એકમો સાથે ભૂગર્ભ પાવર હાઉસનું નિર્માણ કરાશે.
નોંધનીય છે કે CVPPPL એ NHPC (51 ટકા) અને JKSPDC (49 ટકા) વચ્ચે સંયુક્ત સાહસ કરતી કંપની છે. આ ભારત સરકાર તથા જમ્મુ અને કાશ્મીર સરકારની સંયુક્ત પહેલ છે. તેની સ્થાપના વર્ષ 2011માં ચિનાબ નદીની વિશાળ હાઈડ્રોપાવર સંભવિતતાનો ઉપયોગ કરવા માટે કરવામાં આવી હતી.
REC એ પાવર મંત્રાલય હેઠળનું 'મહારત્ન' સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ છે. REC ઉત્પાદન, ટ્રાન્સમિશન, વિતરણ, નવીનીકરણીય ઉર્જા અને નવી તકનીકો સહિત સમગ્ર પાવર-ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રને ધિરાણ આપે છે.