કિસાન ડ્રોનની પ્રગતિ એ કૃષિ ક્ષેત્રમાં અસરકારક અને કાર્યક્ષમ ટેકનિક પ્રદાન કરે છે: પ્રધાનમંત્રી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કિસાન ડ્રોનના વખાણ કર્યા છે. આ ડ્રોન અસરકારક અને કાર્યક્ષમ ટેકનોલોજી સાથે પાક પર ખાતરનો છંટકાવ કરે છે. કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી ડૉ.મનસુખ માંડવિયાનો સંદેશ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ખેડૂત ડ્રોનની ઉપલબ્ધતાથી ખેડૂતોની આવક વધી રહી છે અને તેમનું જીવનધોરણ સુધરી રહ્યું છે.
ડૉ. મનસુખ માંડવિયાએ એક અંગ્રેજી સમાચારપત્રમાં લખેલા તેમના લેખને સોશિયલ મીડિયા પર શેર કરતાં કહ્યું હતું કે, કૃષિ ડ્રોન ટેક્નોલોજી એ દેશમાં કૃષિ ક્ષેત્રને આધુનિક બનાવવા અને પરિવર્તન લાવવા માટે ખરેખર એક મહત્વપૂર્ણ શોધ છે. ડૉ. માંડવિયાએ ખેડૂતો દ્વારા ડ્રોનના ઉપયોગને દેશના કૃષિ ક્ષેત્ર માટે ડ્રોન ચળવળ તરીકે ગણાવ્યું હતું.