આ વર્ષે સરકારે દેશમાં 11.53 લાખ ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન તરીકે 5228 કરોડ રૂપિયાની સબસિડી આપી
Live TV
-
આ વર્ષે, સરકારે દેશમાં 11 લાખ 53 હજાર ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન તરીકે 5,228 કરોડ રૂપિયાની સબસિડી આપી છે. સરકારે દેશભરમાં 7,432 ફાસ્ટ ચાર્જિંગ સ્ટેશન સ્થાપવા માટે જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપનીઓને રૂ. 800 કરોડ આપવાની પણ મંજૂરી આપી છે. ભારે ઉદ્યોગ મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં હાલમાં કુલ 148 જાહેર ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશન કાર્યરત છે.
મંત્રાલયે જણાવ્યું હતું કે, સરકાર દેશમાં સ્વચ્છ અને ગ્રીન જાહેર પરિવહન પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે. સરકાર અશ્મિભૂત ઇંધણ પર નિર્ભરતા ઘટાડવા અને વાહન પ્રદૂષણની સમસ્યાનો સામનો કરવા માટે પ્રતિબદ્ધ છે.