કુંવરબાઇનું મામેરું યોજના અંતર્ગત અમદાવાદ, ગીર સોમનાથ અને આણંદ જિલ્લામાં 832.98 લાખની સહાય ચૂકવાઈ : સામાજિક ન્યાય અને અધિકારિકતા મંત્રી
Live TV
-
વિધાનસભા ગૃહમાં સામાજિક ન્યાય અને અધિકારિકતા મંત્રી ભાનુબેન બાબરીયા દ્વારા કુંવરબાઈનુ મામેરુ યોજના અંતર્ગત અમદાવાદ, આણંદ અને ગીર સોમનાથ જિલ્લામાં મંજૂર કરાયેલી અરજી તથા ચુકવાયેલ સહાય, યોજનાના માપદંડ, પુરાવા તથા કાર્ય પદ્ધતિ અને સમયાંતરે સહાયમાં કરવામાં આવેલા વધારા વિશે માહિતી આપવામાં આવી હતી. મંત્રીએ કુંવરબાઇનું મામેરું યોજના અંતર્ગત અમદાવાદ, ગીર સોમનાથ અને આણંદ જિલ્લામાં મંજૂર કરાયેલી અરજીઓ તથા ચુકવવામાં આવેલી સહાય અંગે જવાબ આપતા જણાવ્યું હતું કે, આ ત્રણેય જિલ્લામાં 832.98 લાખની સહાય ચૂકવાઈ છે જેમાં 7243 નાગરિકોને લાભાન્વિત કરાયા છે. અમદાવાદ જિલ્લામાં કુલ 2098 અરજીઓ મંજૂર કરી 243.50 લાખની સહાય ચૂકવવામાં આવી છે. ગીર સોમનાથ જિલ્લામાં 3760 અરજીઓ મંજુર કરી 439.90 લાખની સહાય ચૂકવાઈ છે જ્યારે આણંદ જિલ્લામાં 1285 અરજીઓ મંજૂર કરી 149.58 લાખની સહાય ચૂકવાઈ છે.
મંત્રી શ્રીએ યોજનાની સહાયમાં સમયાંતરે કરાયેલા વધારા વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે તા. 02-05-1995માં 5000 સહાય ચૂકવાતી હતી જેમાં 13-04-2012થી વધારો કરીને 10,000 કરવામાં આવી હતી અને તા. 01-04-2021થી ચુકવાતી રકમમાં વધારો કરીને તેમાં 12 હજાર કરવામાં આવી છે તેમ મંત્રીએ ઉમેર્યું હતું.
